Satya Tv News

ભરૂચમાં પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીની ઉજવણી ના ભાગરૂપે ભરૂચના મહાવીર નગરમાં રહેતા ગરીબ પરિવારના બાળકોને ડ્રેસ તેમજ પગરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું

ભરૂચના સ્લમ વિસ્તારના ગરીબ બાળકો દિવાળીની ઉજવણી ઉત્સાહભેર કરી શકે તે માટે દિવાળી પૂર્વે ભરૂચની સામાજિક સંસ્થા પવન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાવીર નગરમાં રહેતા ગરીબ પરિવારના બાળકોને ડ્રેસ તેમજ પગરખાનું વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા ,પાલિકા કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા, સ્થાનિક કોર્પોરેટરો, ભાજપ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, સહિત આગેવાનો પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભાવેશ પરમાર, ઉપપ્રમુખ ભરત પટેલ ,મંત્રી તેજસ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: