Satya Tv News

સુરતની ખાનગી લકઝરી બસના ડ્રાઈવર કાંડક્ટરની આડોડાઇને કારણે નબીપુર હાઈવેની હોટલ ઉપર સોમવારે રાતથી વતન જઇ રહેલા 140 મુસાફરો રઝળી ગયા હતા.જેમને ગ્રામજ્નોએ દોડી આવીપ્રાથમિક જરૂરીયાત પુરઈ પાડી હતી. તો પોલીસે પન માનવતા મહેકાવી તમામ મુસાફરોએ ભાડુ પરત અપાવી બીજી બસમાં વતન જવા રવાના કર્યા હતા.

રોજગાર અર્થે અન્ય રાજ્યમાંથી આવેલાં શ્રમજીવીઓ સંતાનો સાથે પોતાના વતને જવા માટે નિકળ્યાં હતાં. જોકે, ડ્રાઇવર-ક્લિનર તેમજ રઘુનાથ ટ્રાવેલ્સના સંચાલકોની નિષ્કાળજીના કારણે લોકો અટવાયાં હતાં. જેમાં બાળકો અને મહિલાઓની હાલત દયનિય બની હતી. જોકે ઘટનાની જાણ થતાં આસપાસના ગામ લોકોએ દોડી આવી તેમના માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ કરી આપી હતી.

તો આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા નબીપુર પોલીસ ટીમે પન માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. જેમાં નબીપુર PSI જે.એમ. જાડેજા અને સ્ટાફ સહિતના માનવીય અભિગમ તેમજ પ્રસંશનીય કામગીરીથી મુસાફરોને તેમના નાણાં પરત અપાવ્યા છે. સાથે જ આ મુસાફરોને મંજીલે પહોંચાડવાની વ્યવસ્થા રૂપે બીજી બસની સગવડ કરી રવાના કરવામાં આવ્યા છે. નબીપુર પંથકના ગ્રામજનો, પોલીસ અને તંત્રની આ કામગીરીને સો સો સલામ

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: