Satya Tv News

પેટ્રોલ ડિઝલના આસમાને આંબતા ભાવો વચ્ચે ખુશી મળે તેવી ખબર એ છે કે, બિહારમાં દેશનો એવો પહેલો પ્લાન્ટ કાર્યરત થયો છે જે પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવે છે.મુજફફરપુર જિલ્લામાં આ પ્લાન્ટનુ ઉદઘાટન બિહાર સરકારના મંત્રી રામસુરત રાયના હસ્તે થયુ હતુ. દેશનો આ પ્રકારનો પહેલો પ્લાન્ટ છે. જ્યાં પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવવામાં આવે છે.

લોકોને પણ આ પ્રોડકટ પર ભરોસો થાય તે માટે મંત્રી રામસૂરત રાયે તેમાં બનેલુ દસ લિટર ડિઝલ પણ ખરીદયુ હતુ. આ પ્લાન્ટને જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા હતા.પ્લાન્ટ લગાડનાર કંપનીના સીઈઓનુ કહેવુ છે કે, ફેકટરીમાં રોજ બસો કિલો પ્લાસ્ટિક કચરામાંથી 150 લીટર ડિઝલ કે 130 લીટર પેટ્રોલ બની શકે છે. કચરા પર અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરીને તેમાંથી પેટ્રોલ કે ડિઝલ બનાવવમાં આવે છે.

આ પહેલા દહેરાદૂન સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોલિયમ તરફથી પણ આ પ્રકારનો અખતરો કરવામાં આવ્યો હતો. જે સફળ રહ્યો હતો. આ પ્રકારના પેટ્રોલ અને ડિઝલમાં ઓકટેન વેલ્યૂ વધારે હોવાથી તે વધારે એવરેજ પણ આપે છે. કચરામાંથી પેટ્રોલ કે ડિઝલ બનાવવાની પ્રક્રિયામાં આઠ કલાકનો સમય લાગે છે.પ્લાન્ટમાં 6 રૂપિયે પ્રતિ કિલો કચરો નગર નિગમ પાસેથી ખરીદવામાં આવશે. તેમાં તૈયાર થનારૂ પેટ્રોલ અને ડિઝલ 70 રૂપિયે પ્રતિ લિટરના ભાવે નગર નિગમ અને ખેડૂતોને વેચવામાં આવશે.

error: