Satya Tv News

પહેલ નર્સિંગ લીવ્સ ફાઉન્ડેશન તરફથી કરજણમાં ગરીબ પરિવારો ને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કરજણ માં જુનાબજાર વિસ્તારમાં સ્લમ એરિયા માં પહેલ નર્સિંગ લીવ્સ ફાઉન્ડેશન તરફથી ગરીબ પરિવારો માટે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. પહેલ ફાઉન્ડેશનના કાર્યકર્તા ઓને એક વિચાર આવતા કે અમીર પરિવાર કે સામાન્ય પરિવાર આ દિવાળી ના તહેવાર માં નવા નવા કપડાં ખરીદીને પહેરશે. વિવિધ વાનગીઓ બનાવી ને ખાશે. પણ જે આવી મોંઘવારી માં એક વ્યક્તિ પર આખું પરિવાર નભતું હોય તે પરિવાર નું શું? એક વ્યક્તિ પોતાના પરિવાર નું ગુજરાન નથી કરી શકતો તો કપડાં ક્યાંથી ખરીદવાનો.હાલ શિયાળા ની ઠંડી ની મોસમ પણ આવી છે તો આપણે કેટલાય ગરીબ પરિવારોને ઠંડીમાં ધ્રુજતા જોયા છે. કેમ કે આવા ગરીબ પરિવારો પાસે ગરમ કપડાં ખરીદવા માટે પૈસા નથી. માટે આવા વિચાર સાથે પહેલ નર્સિંગ લીવ્સ ફાઉન્ડેશન ને કરજણ જુનાબજાર સ્લમ એરિયામાં ગરમ કપડાં તથા સાદા કપડાંનું વિતરણ કરતા ગરીબ પરિવારો માં ખુશી ની લહેર જોવા મળી હતી.

વિડીયો જર્નાલિસ્ટ : નિમેષ ચૌહાણ,સત્યા ટીવી,કરજણ

error: