ભરૂચ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓનો ત્રણ મહિનાનો પગાર અને બોનસ ન ચુકવાતા આજે ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ પગાર ચુકવવાની જવાબદારી સંભાળતા રક્તપિત્ત અધિકારીની કચેરીએ હલ્લાબોલ કર્યુ હતું.
ભરૂચ જિલ્લામાં દરેક તાલુકાઓમાં કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત શાખાઓમાં 900થી વધુ આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.આ કર્મચારીઓને સરકાર દ્વારા નિયુક્ત એજન્સી મારફત પગાર સહિતની રકમ ચૂકવવામાં આવે છે.જો કે દિવાળી પહેલા આ કર્મચારીઓને બોનસ અને પગારની ચૂકવણી કરી દેવામાં આવે તો કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવતા આ આઉટસોર્સિંગ કર્મચારીઓના પરિવારજનો,બાળ બચ્ચાંઓ દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તેમ હતું.
ભરૂચ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓનો ત્રણ મહિનાનો પગાર અને બોનસ ન ચુકવાતા આ કર્મચારીઓની દિવાળી બગડતા ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ પગાર ચુકવવાની જવાબદારી સંભાળતા રક્તપિત્ત અધિકારીની કચેરીએ કર્મચારીઓએ હલ્લાબોલ કર્યુ હતું.
વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ