Satya Tv News

ચાંચવેલના બાઇક ચાલક આશાસ્પદ યુવક સાજીદ આંબલીવાળાનું સારવાર દરમિયાન મોત

વાગરા ના ચાંચવેલ ગામ નજીક બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત માં બાઇક ચાલક ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ભરૂચ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન આશાસ્પદ યુવકનું મોત નિપજ્યુ હતુ.અકસ્માત થતા સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.

વાગરા ના ચાંચવેલ ગામ નજીક આવેલ સ્ટેટ હાઇવે ઉપર બોલેરો ગાડી જી.જે ૦૨ એક્સ એક્સ ૫૭૮૨ ના ચાલકે જી.જે.૧૬ સી.એફ. ૭૦૫૯ ના બાઇક સવાર ને અડફેટે લેતા અકસ્માત થયો હતો.બોલેરોના ચાલકે બાઇક સવાર ને માર્ગ ઉપર ઘસડતા ગંભીર ઇજાઓ થવા પામી હતી.અકસ્માત ને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માત થતા જ બોલેરો નો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.ઇજાગ્રસ્તને ભરૂચ ની ખાનગી હોસ્પિટલમાં માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ગંભીર રીતે ઘાયલ ચાંચવેલ ગામના સાજીદ આંબલી વાળા નું સારવાર દરમિયાન મોત નિપજતા ગામ શોકનું મોજું ફરી વળ્યુ હતુ.બનાવને પગલે વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

error: