Satya Tv News

દિવાળીના તહેવારને લઈને ફટાકડા બેફામ પણ રાત્રિના સમયે ફૂટી રહ્યાં છે. ત્યારે ફૂટતા ફટાકડાથી દાઝવાના બનાવો પણ વધી રહ્યાં છે. સુરતના સોસિયો સર્કલ નજીક રસ્તા પર રહેતા પરિવારે ટ્રાઈસિક્લ નીચે ઘોડિયું બનાવીને રાત્રિના સમયે બાળકને પોઢાડ્યું હતું. જો કે, ઘોડિયામાં સૂતેલું દોઢ મહિનાનું બાળક રહસ્યમય રીતે પરિવારને દાઝી ગયેલી હાલતમાં મળ્યું હતું. બાળકના દાઝવા પાછળ ફટાકડાને જવાબદાર માનવામાં આવે છે. બાળક દાઝ્યા બાદ રડ્યું પણ હશે જો કે, શહેરમાં ફૂટતાં ધડાધડ મોટા અવાજના ફટાકડા વચ્ચે માસૂમનું રૂદન પણ માતા પિતાને ન સંભળાયું હોવાથી સવાર સુધી બાળક રડી રડીને સૂઈ ગયાં બાદ પરિવારને જાણ થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ફટાકડા કોઈના માટે જાનહાનિ ન સર્જે તે રીતે ફોડવાની સાવધાની વર્તવાની તકેદારી રાખવી જોઈએ.

બાળકના પિતાએ દિનેશભાઇએ એ જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા સુધી તો જાગતા હતા. ત્યારબાદ સુઈ ગયા ને સવારે બાળકના રડવાનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ જોયું તો કિશન જાંઘ અને થાપા તથા ગુપ્તાંગ નજીક ગંભીર રીતે દાઝી ગયો હતો. તાત્કાલિક એને લઈ સિવિલ આવ્યા હતા. સાયકલ પર ભંગાર વિણવાનું કામ કરીએ છીએ. એક મોટી દીકરી 3 વર્ષની છે. રાત્રિના ભોજન બાદ આખું પરિવાર કિશનને સાડીની જોળીમાં નાખી સૂઈ ગયો હતો.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આ કોઈની બદમાશી નહિં પણ કોઈ ઉડતા ફટાકડાથી બાળક દાઝયું હોય એમ લાગે છે. રોકેટ જેવા ઉડતા ફટાકડા સુતેલા બાળકની જોળીમાં પડ્યો હોય અને બાળક દાઝયું હોય હાલ એમ લાગે છે. જોકે બાળકની તબિયત સાધારણ છે.પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે, મારા દુષ્મનોએ બાળક સાથે દુશ્મની કાઢી એ વાત માનવા જેવી નથી લાગતી. જોકે આ પોલીસ તપાસનો વિષય છે

આ તમામ માટે જાગૃત બનવા જેવો કિસ્સો છે. આપણે ફટાકડા ફોડીએ છીએ એ બીજાને નુકશાન તો નથી પહોંચાડતા એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ આપણી છે. આવા કિસ્સાઓમાં બાળક આખું પણ સળગી શકે છે. જોકે આ કિસ્સામાં બાળકની ઉંમર જોઈ ગંભીર કિસ્સો જ કહી શકાય છે.

error: