Satya Tv News

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પોહચી વળવા ભરૂચ 108 એમ્બુઅલન્સ ની ટીમની રજાઓ રદ્દ કરી લોક્સેવા અર્થે સજ્જ કરવામા6 આવતા ૧૦૮ કર્મીઓએ ફજ ઉપરજ દિવાળી મનાવી હતી.

દિવાળીનો તહેવાર હોય કોઇપણ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ જિલ્લાની ૧૯ જેટલી ૧૦૮ ના ૯૦ જેટલા કર્મીઓની રજાઓ રદ્દ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ના બધાજ નાગરિકો પોતાના વ્હાલાઓ સાથે હર્ષોલ્લાસ થી તહેવારો ની મોજ માની શકે તે માટે 108 ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી (વર્ચુલ- ઉજવણી) પધ્ધતિથી પોતાના પરિવાર સાથે ઉજવણી માં સામેલ કર્યા હતા. ખરેખર 108 ના કર્મીઓ તેમજ પોલીસ તેમજ હોસ્પિટલના કર્મીઓને સો સો સલામ કે જેઓ મહામારી હોય કે તહેવારો પોતાના ઘરે થી દૂર રહી નાગરિકો માટે ખાડે પગે રહે છે. ત્યારે પ્રજાની સેવા સાથે તહેવારનો ઉત્સાહ જળવાય તે હેતુસર ૧૦૮ કર્મીઓએ જેતે સ્થળે ફરજ ઉપર જ ફાજલ સમયે ફટાકડા ફોડી એકમેકના મોં મીઠા કરાવી દિવાળી મનાવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: