દિવાળી પર્વ નિમિત્તે અંકલેશ્વર રામકુંડ મંદિર ખાતે પરિક્રમાવાસીઓને સત્યમેવ જયતે ગૃપ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું હતું.
વિશ્વમાં નર્મદા જ એક એવી નદી છે જેની વિધિવત પૂર્ણ પરીક્રમા યુગોથી કરાઇ છે. અમરકંટકથી ભરૂચનાં સમુદ્ર સંગમ સુધી 1312 કિમીની સંપૂર્ણ પરીક્રમા કરતા 3 વર્ષ, 3 મહિના અને 13 દિવસનો સમય લાગે છે. આ યાત્રા પોતાનામાં એક અનોખી અને રેવાનાં 11 રહસ્યોનો સાક્ષાતકાર કરાવનારી પરીક્રમાવાસીઓ ગણાવે છે.
નર્મદાના તટમાં કંકર એટલા શંકર અને આ કંકરની પ્રતિષ્ઠા કરવાની જરૂર નહિ પડે તેવા આર્શીવાદથી આપ્યાં. ત્યારથી જ નર્મદા નદીની પરીક્રમા કરવાની પરંપરા શરૂ થઇ. માન્યતા પ્રમાણે પહેલી નર્મદા પરીક્રમા માર્કેડે ઋષિએ કરી હતી. નર્મદે હર નાં નારા સાથે ભરૂચ જિલ્લામાં જ વર્ષે 1.50 લાખ પરીક્રમાવાસીઓ પરીક્રમાએ આવે છે. પૂર્ણ પરીક્રમા સાથે એકકોશીથી પાંચકોશી પરીક્રમાનું પણ મહત્વ છે. જે 21 દિવસમાં પૂર્ણ થઇ જાય છે.
સામાજિક સેવા સાથે સંકળાયેલ અંકલેશ્વરના સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા દિવાળી પર્વના પવન અવસરે અંકલેશ્વર રામકુંડ મંદિર ખાતે નર્મદા પરિક્રમવાસીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અન્ય લોકો પણ પરિક્રમાવાસીઓની મદદ માટે આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આ ધાબળા વિતરણમાં ગૃપના આગેવાન ક્રિષ્ના મોરિયા અને રિતેશ રાણા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ: ધર્મેન્દ પ્રસાદ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી,અંકલેશ્વર