ભરૂચ તાલુકાના હિંગલ્લા, હલદર, કુવાદર, ત્રાલસા કોઠી, પરીએજ તેમજ બોરી વિગેરે ગામોમાં ખેતરમાં ભૂંડોના ત્રાસથી ઊભા પાકને નુક્સાન થયાના જગતના તાત દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
ભરૂચ તાલુકાના હિંગલ્લા. સીતપોણ, હલદર, કુવાદર, ત્રાલસા કોઠી, પરીએજ, અને બોરી ગામોમાં ભૂંડો દ્વારા ખેતરમાં ઉગેલા પાકને નુક્સાન કરતા હોવાના એક ખેડૂત દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. અજીજ અહમદ શેરીવાલાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ખેતરમાં રખડતા ભૂંડોનો એટલો આંતક છે. ઉભા પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. કપાસ, તુવેર, શેરડી અને મોટા કપાસને ભૂંડો ભારે નુકસાન કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આક્ષેપોમાં વધુ ઉમેર્યું હતું કે જેવો પાક તૈયાર થાય કે તરત જ તેને ભૂંડો નુકસાન કરતા હોય છે. ભૂંડો દ્વારા ખેતરમાં થઈ રહેલા નુકસાનને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા અને ભુંડોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ કરી હતી. સીમોમાં સરદારજી લોકો ભૂંડો છોડી જતા હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા હતા. ખેડૂતના ખેતરમાં પાણી પીવડાવવા જાય છે તો ભૂંડો ખેડૂત સામે થઈ જતા હોવાનું તેઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. ખેતરમાં પાણી ચાલતું હોય પાણીના પાઈપો ફાડી નાખતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા. તો તંત્ર દ્વારા સીમો માં રખડતા ભુંડોના ત્રાસમાંથી મુક્ત કરાવે એવી ખેડૂત દ્વારા માંગ કરાઈ છે.
વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ