Satya Tv News

અંકલેશ્વર સહીત જિલ્લાભરમાં સૂર્ય દેવની વિશેષ પૂજા કરવાનુ વિધાન છે. આવો જ એક પર્વ એટલે છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સહીત તાલુકા અને જિલ્લાભરમાં છટ્ઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આઈ દેવામાં આવ્યો છે. જેમાં ગડખોલ ગામ ખાતે આવેલ સૂર્યદેવ છટ્ઠ સેવા સમિતિ દ્વારા છટ્ઠ પૂજાની તૈયારીઓને સાફસફાઈ અને રંગ રોપાણ શરુ કરાયું છે. આ પ્રસંગે ગડખોલ ગામના સરપંચ રોહન પટેલ સહીત સૂર્યદેવ છટ્ઠ સેવા સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંપૂણ મહિમા પર એક નજર કરીએ તો છઠ પૂજાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્યનુ મહત્વ એ વાતથી જાણવા મળે છે કે વેદોમાં સૂર્યની આરાધના સૌથી પહેલા કરવામાં આવી છે. સૂર્યને પાંચ દેવો ગણેશ, દૂર્ગા અને વિષ્ણુ સાથે શામેલ કરવામાં આવ્યા છે. સૂર્યને ગ્રહ હોવા છતાં પણ દેવોનુ સ્થાન આપવામાં આવ્યુ છે. સૂર્ય આપણા જીવનમાં ઉર્જા અને ઉલ્લાસનુ પ્રતીક છે. આમ તો સૂર્યની પૂજા-આરાધનાનો કોઈ એક વિશેષ દિવસ નિર્ધારિત નથી. સૂર્યની પૂજા રોજ કરી શકાય છે પરંતુ અમુક વિશેષ પ્રસંગો બનાવવામાં આવ્યા છે જ્યારે સૂર્ય દેવની વિશેષ પૂજા કરવાનુ વિધાન છે. આવો જ એક પર્વ છે છઠ પૂજા.

છઠની મુખ્ય ઉત્તર ભારતમાં ખાસ કરીને બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં છઠ પૂજા મોટાપાયે કરવામાં આવે છે. હવે તો આખા દેશમાં જ્યાં જ્યાં ઉત્તર ભારતીય લોકો રહે છે ત્યાં છઠ પૂજા થવા લાગી છે. મુખ્ય છઠ પૂજા કારતક મહિનાના શુક્લ પક્ષની ષષ્ટી તિથિના દિવસે કરવામાં આવે છે. આ પર્વ ચાર દિવસનો હોય છે. કારતક શુક્લ ચતુર્થીથી આરંભ કરીને સપ્તમીના દિવસે સૂર્યને અર્ધ્ય સાથે પર્વનુ સમાપન થાય છે. સૂર્ય છઠની મુખ્ય પૂજા 20 નવેમ્બરે શુક્રવારે થશે. સૂર્યની કૃપાથી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ છઠ પૂજા કરવાનો ઉદ્દેશ્ય જીવનમાં સૂર્યદેવની કૃપા મેળવવાનો છે. સૂર્યની કૃપાથી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ધન, માન-સમ્માન, સુખ-સમૃદ્ધિ, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે છઠની પૂજા કરવામાં આવે છે. આ વ્રતને અત્યંત કઠોર નિયમ અને નિષ્ઠા સાથે કરવામાં આવે છે. આમાં ઘર અને પોતાની આસપાસના પરિવેશની સાફ-સ્વચ્છતાનુ પણ વિશેષ મહત્વ હોય છે. આમાં ચતુર્થી અને પંચમીના દિવસે એક સમય ભોજન કરવામાં આવે છે. ભોજનમાં પણ અમુક વિશેષ વસ્તુઓ જ બનાવવામાં આવે છે. છઠના દિવસો આખો દિવસ નિર્જળ રહીને સાંજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. સપ્તમીના દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને પર્વનુ સમાપન કરવામાં આવે છે.

વિડીયો જર્નાલિત ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: