Satya Tv News

ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં ઉજવણીની મંજૂરી મળતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર ઉજવણી રદ કરવાનો નિર્ણય દિનકર સેવા સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.

આજથી ચાર દિવસીય ચાલનારા લોક આસ્થાના મહાપર્વ છઠપર્વની શરૂઆત થઈ ગઈ છે. છઠને લઈને નદીઓ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. છઠ પૂજાનું મહત્વ સૌથી વધુ ઉત્તર ભારતમાં જોવા મળે છે. ભરૂચમાં પણ નિલકઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ પર દર વર્ષે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

આ છઠપૂજામાં આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનો વિશેષ મહાત્મ્ય છે અને છઠપૂજા દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય નાગરિકો નિલકઠેશ્વર મહાદેવ મંદીર ખાતે ઉમટી પડતા હોય છે.જો કે ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં ઉજવણીની મંજૂરી મળતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર ઉજવણી રદ કરવાનો નિર્ણય દિનકર સેવા સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.

દિનકર સેવા સમિતિના જીતેન્દ્ર રાજપુત પાસેથી મળતી માહિતી અનુસાર નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા ઘાટ પર દિનકર સેવા સમિતિ દર વર્ષે મહાપર્વ છઠપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.પણ વૈશ્વિક મહામારી કોરોનાકાળના પગલે છઠપૂજા અગાવ પણ રદ્દ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા મર્યાદિત સંખ્યામાં છૂટછાટ આપતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉજવાતા છઠપર્વ પૂજાની ઉજવણી રદ કરવામાં આવી છે.જેનો ખેદ વ્યક્ત કરતા જીતેન્દ્ર રાજપુતે વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે મહાપર્વની ઉજવણી ઘર પાસે ખુલ્લા પ્લોટ કે જમીનમાં ખાડો ખોદી સૂર્યદેવ ને અર્ધ્ય આપી ઉજવણી કરવામાં આવે સાથે આજથી શરૂ થતાં છઠપર્વની ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: