Satya Tv News

સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની બાળકી ગુમ પ્રકરણમાં મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તેના પર દુષ્કર્મ આચરાયું હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે જ અઢી વર્ષની બાળકી ઘરઆંગણેથી જ ગુમ થવાને લઈને પોલીસ દોડતી થઈ હતી. 100થી વધુ પોલીસ જવાનો છેલ્લા બે દિવસથી શોધખોળ કરી રહ્યા હતા. ગત રોજ વડોદ ગામમાં ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અપહરણ-હત્યાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે બાળકીના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું.

ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે. કોહવાયેલ ગયેલી હાલતમાં મળેલા મૃતદેહને વિશેરા લેબમાં મોકલવામાં આવ્યા છે. નરાધમ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયાં હતાં. અજાણ્યો નરાધમ આરોપી સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો છે.

ઉલ્લેખનીય છે કે, બાળકી જ્યાંથી ગુમ થઈ હતી ત્યાં આજુબાજુના સીસીટીવી પણ ચેક કરાયા હતા. PCB, DCB સહિતની ટીમો તહેવારો છોડી કામે લાગી હતી. 100થી વધુ પોલીસ જવાન દીકરીના ફોટો લઈ ગલી ગલીએ ફરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ :અક્ષય વાઢેર, સત્યા ટી.વી, સુરત

error: