Satya Tv News

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૨૯ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જ રાજ્યમાં ચારથી આઠ નવેમ્બર સુધી રાજ્યમાં કુલ ૧૦૮ નવા કેસ સામે આવી ચૂક્યા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરત-જુનાગઢમાંથી સૌથી વધુ ૫, રાજકોટ-વલસાડમાંથી ૪, અમદાવાદ-વડોદરામાંથી ૩, ભાવનગર-સાબરકાંઠામાંથી ૨ અને આણંદમાંથી ૧ નવો કેસ નોંધાયો હતો. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૮,૨૬,૭૬૪ જ્યારે કુલ મરણાંક ૧૦,૦૯૦ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૧ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૪૫૭ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૭૫% છે.

રાજ્યમાં સળંગ પાંચમાં દિવસે એક્ટિવ કેસનો આંક ૨૦૦થી વધુ નોંધાયો છે. હાલમાં ૨૧૭ એક્ટિવ કેસ છે અને ૬ દર્દી વેન્ટિલેટર પર છે. વડોદરા ૬૬, વલસાડ ૩૪, અમદાવાદ ૩૩, સુરત ૨૨, જુનાગઢ ૧૫ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. સોમવારે કુલ ૩.૯૨ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે ૭.૧૫ કરોડ છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: