Satya Tv News

11મી એ રાજપીપલા ખાતે પહેલી વાર નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નર્મદા ભાજપાના સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે.

દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧મી તારીખે ગુરુવારે 3:00 ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાકક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલન કાર્યક્રમમા પહેલી વાર નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જય શંકર, રાષ્ટ્રીય ટ્રાઈફેડના ચેરમેન, રાજ્યના કેબિનેટ મંત્રી અને પ્રભારી પૂર્નેશ મોદી તથા ભરૂચ ના સાંસદ મનસુખ ભાઈ વસાવા,છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, પ્રદેશ મહામન્ત્રી પ્રદીપ સિંહ વાઘેલા નર્મદાજિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, મહામન્ત્રી નીલ રાવ સહીત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો તથા જિલ્લા તાલુકા પંચાયત ના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
આ સ્નેહ મિલન કાર્યક્મમા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ સ્નેહમિલન કાર્યક્રમમમા આમ જનતાને પધારવાપાર્ટી દ્વારા સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે સમસ્ત નાગરિકોને પધારવા ખાસ આમન્ત્રણ પાઠવ્યું છે.જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
આ અંગે આજે જીતનગર ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમા પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં સાંસદ મનસુખભાઇએ જણાવ્યું હતું કે આ જિલ્લા કક્ષાનું દિવાળી પછી નું સ્નેહ મિલન છે જેમાં રાજ્ય ના મુખ્યમંત્રી, કેન્દ્રિય વિદેશમન્ત્રી સહીત ના આગેવાનો પધારી રહ્યા છે.

આ સ્નેહ મિલન કાર્યક્રમમમા આગામી વિધાનસભાની ચૂંટણી જીતવાની છે તેના સંકલ્પ સાથે પાર્ટીના કાર્યકર્તાઓ નું મનોબળ વધારવા અને સંગઠન મજબૂત બનાવવા અંગેની તથા સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા તેમજ કાર્યકર્તા એ કરેલા કામોની સમીક્ષા તથા આવનારા નવા આયોજનો અંગેની ચર્ચા હાથ ધરાશે તેમ જણાવ્યું હતું

વિડીયો જર્નાલિસ્ટ: જ્યોતિ જગતાપ સાથે દિપક જગતાપ,સત્યા ટીવી,રાજપીપલા

error: