Satya Tv News

અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી એક સગીરાનો મૃતદેહ મળવાની ઘટનામાં સગીરાની લાશને પેનલ પી.એમ અર્થે પોલીસે ખસેડતા રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે.

આમોદ તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરા ગઇકાલે લાકડા વીણવા માટે ગઇ હતી. લાંબો સમય વીતી જવા છતાં સગીરા ઘરે પાછી નહિ ફરતા તેનો પરિવાર તેને શોધવા માટે નીકળ્યો હતો દરમિયાન એક ખેતરમાંથી સગીરાનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે આ સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને એફએસએલની તપાસ માટે સુરત ખાતે ખસેડ્યો હતો. જેમાં પ્રથમ સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની ગળું દબાવી હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટમાં સામે આવ્યો છે.જેથી પોલીસે તપાસ સઘન બનાવી આ ગુનામાં પોસ્કો અને બળાત્કાર સાથે હત્યા નીકલમો ઉમેરી આરોપી ને શોધવાના ચક્રો તેજ કર્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ: મોહમ્મદ ખત્રી સાથે ઇરફાન પટેલ,સત્યા ટીવી, આમોદ

error: