રાજ્સ્થાન રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલ નાર્કોટીક્સના તેમજ અન્ય ગુન્હાઓમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફીયાને સુરત પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
રાજ્સ્થાન રાજ્યના ચીતોડગઢ, જેસલમેર, તથા કોટા જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટીક્સના તથા ખુનની કોશીષના ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી રાજસ્થાનનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફિયા અને રાજસ્થાનમાં મોર અને પેટ્રોલ પંપનો માલિક હોવાની વિગતો પોલીસ પાસે આવી હતી પોતાના પુત્રના લગ્નની ખરીદી કરવા સુરત ટ્રેન મારફતે આવતા આરોપી ભગવતીપ્રસાદ ઉર્ફે ભાગીરથ જાની ઉર્ફે ભાગી જોરારામ બિસ્નોઈ ઉ.વ.૪૪, રહે: ૨૧,શિવશક્તિ નગર, એમ.ઈ.એસ. પાવર હાઉસની પાસે, એરફોર્સ જી:જોધપુર, (રાજસ્થાન) તથા ગેનીરો કી ઢાણી, રામદેવ નગર, ભોજાકોર, જિ:જોધપુર, (રાજસ્થાન)વાળાને સુરત રેલવે સ્ટેશન પરથી પોલીસે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આ આરોપીની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, પોતે સરકારી ઠેકા મેળવી સને-૨૦૦૨ થી ૨૦૧૫ સુધી અફીણ ડોડાનો ભુકો (પોપી સ્ટ્રો પાવડર)ની ખરીદ કરી નાના વેપારીઓને વેચાણ કરતો હતો. પરંતુ સને-૨૦૧૫ થી સરકારે ઠેકા ઉપર પ્રતિબંધ મુકી દેતા પોતે ચોરી છુપીથી અફીણ ડોડાનો ભુકો (પોપી સ્ટ્રો પાવડર) મંગાવતો હોવાની કબુલાત કરેલ અને તેના વિરૂધ્ધમાં રાજસ્થાનમાં ચીતોડગઢ, જેસલમેર, તથા કોટા જિલ્લાઓમાં નાર્કોટીક્સના ગુન્હાઓ દાખલ થયેલ હોય અને તેને રાજસ્થાન પોલીસ શોધતી હોય જેથી પોતે પોલીસથી બચવા નાસતો ફરતો હતો અને પોતાના પુત્રના લગ્ન હોય જેથી લગ્નની ખરીદી કરવા માટે સુરત ખાતે આવેલ હોવાની કબુલાત કરેલ છે. જોકે આરોપીને સુરત પોલીસે રાજસ્થાન પોલીસના હવાલે કર્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ :અક્ષય વાઢેર, સત્યા ટી.વી, સુરત