નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે જમીનમાં દબાણ બાબતે હિંસક મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ખેડુત પ્રિતેશભાઇ અજીતભાઇ ભક્ત અને ભદ્રેશભાઇ અજીતભાઇ ભક્તની જમીન કંબોડીયા ગામની સીમમાં આવેલ છે.પોતાના ખેતરમાં શેરડીના પાકનું વાવેતર કર્યું હોવાથી સિંચાઈ માટેનું પાણી ચાલુ કરવા માટે ગયા હતા.
દરમ્યાન રામુભાઇ ભુરીયાભાઇ વસાવાએ (રહે.કંબોડીયા) તમારા રસ્તાનું અમારી જમીનમાં દબાણ કરેલ છે તેમ કહી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને રણવીરભાઇ રામુભાઇ વસાવાએ (રહે.કંબોડીયા) લાકડીના સપાટાથી ભદ્રેશભાઇ અજીતભાઇ ભક્તને માથા-કમર-પીઠ પાછળ લાકડીના સપાટા વડે માર માયૉ હતો,અને પ્રિતેશભાઇ અજીતભાઇ ભક્તને બંને હાથના ભાગે હુમલો કયૉ હતો.જેમાં ભદ્રેશભાઇ ભક્તને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રા.સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પરંતું વધુ સારવારની જરૂર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે બીજી બાજુએ હવે અમારી જમીનમાં રસ્તાનું દબાણ કરશો તો જાનથી મારી નાખીશું અને એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી નાખીશું તેવી ધમકીઓ આપતા મામલો નેત્રંગ પો.સ્ટેશનમાં પહોંચ્યો હતો.નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ : મિતેષ આહીર, સત્યા ટીવી,નેત્રંગ