Satya Tv News

અંકલેશ્વર ના ભડકોદરા ગામે ગ્રામ સભા બોલાવી પણ પણ સરપંચ સહીત સભ્યો જ હાજર ના રહેતા ગ્રામસભાનો ફિયાસ્કો થયો હતો.તો ગ્રામજનોએ પણ ગ્રામસભાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

અંકલેશ્વર ના ભડકોદરા ગામે ગ્રામ સભા બોલાવી પણ પણ સરપંચ સહીત સભ્યો જ હાજર ના રહ્યા ના હતા. 19 પૈકી એક માત્ર સભ્ય હાજર રહ્યા હતા. અધિકારીઓ પણ ના આવતા ગ્રામ સભા નો બહિષ્કાર કરાયો હતો. તહેવાર ટાળે જ યોજાયેલ ગ્રામસભામાં અધિકારી અને પદાધિકારી રજા ના મૂડ માં જોવા મળ્યા હતા.બીજી તરફ પોતાના પ્રશ્નો લઇ આવેલ ગ્રામજનો એ ગ્રામસભાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે, અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે પીપલ્સ પ્લાન (જીપીડીપી) 2022-23 ના કામો નું આયોજન કરવું માટે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમજ નોટીફાઈડ ના વર્ષ 2017-18 થી 2019-20 ના કામો નું આયોજન થયેલું હતું જે કામો આજદિન સુધી કોઈ થયા નથી.જે સહિતના મુદ્દે યોજવામાં આવેલ ગ્રામસભામાં પંચાયત ના તલાટી અને ખેતી વિષયક અધિકાર જ હાજર રહ્યા હતા. જયારે સંબંધિત અન્ય વિભાગના એકપણ અધિકારી ફરક્યાં સુધ્ધાં ના હતા. તો ગામના સરપંચ, ડેપ્યુ-સરપંચ સહીત 19 સભ્યો પૈકી એક માત્ર સભ્ય હજાર રહ્યા હતા ખુદ સરપંચ તેમજ ડેપ્યુ-સરપંચ પણ આવ્યા ના હતા જેને લઇ ગ્રામ સભામાં પોતાના પ્રશ્નો લઇ આવેલા ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી,અંકલેશ્વર

error: