અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજાનું પાવન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજા ઉત્સવ યોજી ધન્યતા અનુભવી હતી. અને સારંગપુર ગામના અનેક આગેવાનો ઉપસ્થતિ રહી યોગદાન આપો હતો અને લક્ષમણ નગર સોસાયટીના અનેક લોકોનો છઠ પૂજામાં સહકાર મળ્યો હતો
આસ્થાની જીત થઇ હોય એમ તકેદારી સાથે છઠ પૂજા કરી હતી. વહેલી સવારે ઉગતા સુરજને અર્ગ આપવો આવ્યો હતો. ઉત્તર ભારતમાં દિવાળી કરતાં વધુ મહત્વ તહેવારોમાં છઠ્ઠ પૂજાને આપવામાં આવે છે.ઉત્તર ભારતીયો માટે મહા ઉત્સવ સમા છઠ્ઠ પૂજા ઉત્સવ માટે અંકલેશ્વરમાં ઉત્તર ભારતવાસીઓ દ્વારા નહેર, કુંડ તેમજ તળાવ અને નદી કિનારે સ્થળે ઊભા કરવામાં આવેલ પૂજા સ્થળ ખાતે પરંપરાગત ઢબે છઠ્ઠ પૂજા કરી ઉત્સવને ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી કરી હતી.
અંકલેશ્વરમાં વર્ષોથી પોતાની માતૃભૂમિ છોડી કર્મભૂમિ તરીકે અપનાવી ઉત્તર ભારતવાસી પરિવાર દ્વારા મહા ઉત્સવ તરીકે ઉજવાતા છઠ્ઠ પૂજાની હજારથી વધુ ઉત્તર ભારતના લોકો દ્વારા સૂર્યોદય થી નિર્જળા વ્રત કરી છઠ્ઠ પૂજાની શરૂઆત કરી હતી.સૂર્ય અસ્ત સાથે જળ કુંડ તેમજ જળ સ્રોતમાં ખડે પગે રહી પૂજન અર્ચન કર્યું હતું. સવારે સૂર્યોદય સાથે વ્રત પૂર્ણ કરી નવા વસ્ત્રો અને પરિધાન પહેલી પરંપરાગત રીતે ઉત્સવ ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ : ધર્મેન્દ પ્રસાદ સત્યા ટીવી : અંકલેશ્વર