Satya Tv News

ઓલપાડ ના કીમ ખાતે આવેલ સમૂહ વસાહતમાં છઠ્ઠ પુંજાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

ઉત્તર ભારતમાં દિવાળી કરતાં વધુ મહત્વ છઠ્ઠ પૂજા નું હોય છે. ત્યારે વર્ષો થી પોતાની માતૃભૂમિ છોડી કીમ તેમજ આજુ બાજુમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજા ની પરંપરાગત ઉજવણી કરી ઉત્તર ભારતની સંસ્કૃતિ ને ઉજાગર કરવામાં આવી હતી. કોરોના મહામારીનું સંક્રમણ ધટતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા સાથે છઠ પૂજા ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

વહેલી સવારે ઉગતા સુરજ ને અર્ગ અપર્ણ કરી છઠ પૂજા ની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર ભારતવાસીઓ દ્વારા નહેર,અને કુંડ ખાતે ઊભા કરવામાં આવેલ પૂજા સ્થળ ખાતે પરંપરાગત ઢબે છઠ્ઠ માતા ની પૂજા કરી ઉત્સવને ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી કરી હતી ઉત્તર ભારતીય સમાજ દ્વારા સૂર્યોદય થી નિર્જળા વ્રત કરી છઠ્ઠ પૂજાની શરૂઆત કરવામાં આવતી હોય છે. ત્યાર બાદ સૂર્ય અસ્ત સાથે જળ કુંડ તેમજ જળ સ્રોતમાં ખડે પગે રહી પૂજન અર્ચન કરી સવારે સૂર્યોદય સાથે વ્રત પૂર્ણ કરી નવા વસ્ત્રો અને પરિધાન પહેલી પરંપરાગત રીતે ઉત્સવ ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ :વિવેક રાઠોડ, સત્યા ટી.વી, કીમ

error: