Satya Tv News

અંકલેશ્વર-ભરૂચના મુખ્ય માર્ગ ઉપર બાઇક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી.

અંકલેશ્વર-ભરૂચ જવાના મુખ્ય માર્ગ ઉપર આજે સવારે બુલેટ નં. GJ-16-BL-4001 અને હિરો હોંન્ડા સ્પ્લેન્ડર GJ-16-AQ-4133 ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે સ્પ્લેન્ડર ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જાતા રોડ ઉપર આવનજાવન કરતા વાહનોના પૈંડા એક્ક્ષણ માટે થંભી ગયા હતા અને આ અકસ્માતમાં ઘાયલ બાઇક સવારની વ્હારે લોકો દોડી ગયા હતા. ઘાયલ સ્પ્લેન્ડર ચાલકને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો.અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી,અંકલેશ્વર

error: