સુરત શહેર ક્રાઇમબ્રાંન્ચે ફોરવ્હીલરમાં આવી શહેર વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરતા બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસે રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
સુરત શહેર ખાતે બનવા પામેલ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે આપેલ સુચના અન્વયે ક્રાઇમબ્રાંચના પોલીસ અધિકારી સહિતની ટીમે આરોપીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી.દરમિયાન તેમને મળેલ બાતમીના આધારે લસકાણાગામ જલારામ મંદિરની બાજુમાંથી આરોપીઓ બાદશાહ રાજાસાહબ પટેલ ઉ.વ.૩૧ હાલ રહે, મકાન નં.૪૬,શાન સેસીડન્સી, એસ.બી. આઈ. બેંકની બાજુમા તા.માંગરોળ જી. સુરત, મુળ રહેવાસી કર્ણાટક અને નાજીમ ઉર્ફે બાબા મીનાજ શેખ ઉ.વ.ર૨ રહે,કોસંબા,દાદરી ફળીયુ બાગે સહાદત મદ્રેસાની સામે તા.માંગરોળ જી.સુરતને બે બાઇકો તથા એક ફોરવ્હીલ અને એક ટી પાનું કુલ રૂપિયા. ૫,૭૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની પુછપરછમાં આ બંન્ને આરોપીઓ એકબીજા સંબધી થાય છે. જેમા બાદશાહ રાજાસાહબ પટેલ ભંગારના ધંધા સાથે સંકળાયેલ છે. અને નાજીમ ઉર્ફે બાબા મીનાજ શેખનો ઓટો રીક્ષા ચલાવે છે. એમણે ભેગા મળી હરીયાણા મેવાતના વતની કયુમ શેખ તથા રફીક ઉર્ફે રીયાઝ કે જે બન્નેવ કોસંબા હાઈવે નરોલા પાટીયા પાસે ભાડાની જગ્યા રાખી તેમા હરીયાણા મેવાત નામની હોટલ ચલવે છે. તેમણે ચારેય જણાએ ભેગા મળી શહેર વિસ્તારમાંથી ટુ વ્હિલ વાહનોની ચોરી કરી હરીયાણા મેવાત ખાતે વેચાણ કરવાનુ નક્કી કરી આજથીઆશરે છ દિવસ પહેલા કબ્જે કરવામાં આવેલ ફોર વ્હિલ ગાડીમાં રાત્રીના સમયગાળા દરમ્યાન શહેર વિસ્તારના અઠવા પોલીસ મથકની હદ માંથી હોન્ડા સીબી યુનિકોન તથા યામાહા એફ.ઝેડ બાઇકની ચોરી કરી હોવાનું અને આ બાઇકો ચોરી કરી હરીયાણા મેવાત મોકલી આપવાની ફીરાકમાં હોવાની કબુલાત કરી હતી.
આમ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.જો કે આરોપી નાજીમ ઉર્ફે બાબાનો મોબાઈલ સ્નેચીંગના ગુન્હામાં હજુ નાસતો ફરતો છે.
વિડીયો જર્નાલિસ્ટ :અક્ષય વાઢેર, સત્યા ટી.વી, સુરત