Satya Tv News

માંચ વરેડિયા વચ્ચે અજાણ્યા વાહને રેટ સ્નેક (ધામણ) સાપને અડફેટે લેતા તેને રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના માંચ અને વરેડિયા વચ્ચે એક રેટ સ્નેક (ધામણ) સાપને કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો. જેની જાણ સ્નેક સેવર મુબારક પટેલને થતા તેમણે સાપ ને રેસ્ક્યુ કરી વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સારવાર કરાવી વન વિભાગ રેવા નર્સરી નીલકંઠેશ્વર ખાતે આવેલા ઓબર્જવેશનમાં સાપને મૂકવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્નેક સેવર મુબારક પટેલ દ્વારા અત્યાર સુધીમાં કેટલાયે સાપોને રેસ્ક્યુ કરી સાપોના જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: