Satya Tv News

નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧મી તારીખે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાકક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .

દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના દરેક જિલ્લાઓમાં મિલન કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છેત્યારે નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧મી તારીખે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાકક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજપીપલા ખાતે પહેલી વાર નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નર્મદા ભાજપાના સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહયા હતા આ કાર્યક્રમ મા નર્મદા ભાજપા કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી નું ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ ઉપરાંત આ સ્નેહ મિલન કાર્યક્રમમા રાષ્ટ્રીય ટ્રાઈફેડના ચેરમેન રામ સીંગ ભાઈરાઠવા,રાજ્યના કેબિનેટ મંત્રી અને પ્રભારી પૂર્નેશ મોદી તથા ભરુચ ના સાંસદ મનસુખ ભાઈ વસાવા, પ્રદેશ મહામન્ત્રી પ્રદીપ સિંહ વાઘેલા,હર્ષદ વસાવા, શબ્દશરણ તડવી નર્મદાજિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, મહામન્ત્રી નીલ રાવ સહીત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો તથા જિલ્લા તાલુકા પંચાયત ના હોદ્દેદારો ઉપસ્થિતરહ્યા હતા .
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓનું મનોબળ વધારી પાર્ટીમાં કાર્યકર્તા જ સર્વેસરવા હોવાનું જણાવી આગામી ચૂંટણી મા ગુજરાત વિધાનસભા મા ભવ્ય વિજય ભાજપાને મળશે એવો આશા વાદ વ્યક્ત કર્યો હતો અને પ્રજાના કામો કરવા અનુરોધ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ સ્નેહમિલન કાર્યક્રમમમા સાંસદ મનસુખભાઇએ જણાવ્યું હતું કે આ જિલ્લા કક્ષાનું દિવાળી પછી નું સ્નેહ મિલન છે. આ સ્નેહ મિલન કાર્યક્રમમમા આગામી વિધાનસભાની ચૂંટણી જીતવાની છે તેના સંકલ્પ સાથે પાર્ટીના કાર્યકર્તાઓ નું મનોબળ વધારવા અને સંગઠન મજબૂત બનાવવા અંગેની તથા સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા તેમજ કાર્યકર્તા એ કરેલા કામોની સમીક્ષા તથા આવનારા નવા આયોજનો અંગેની ચર્ચા હાથ ધરાઈ હતી તેમજ નર્મદા જિલ્લા મા આગામી દિવસોમાં કરોડોના વિકાસના કામો હાથ ધરાશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રદીપ સિંહ વાઘેલા, મન્ત્રી પૂર્નેશ મોદીએ પણ પ્રસંગિક પ્રવચન કરી સ્નેહ મિલન કાર્યક્રમ મા કાર્યકર્તા ઓને આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત યોજાનારા કાર્યક્રમમાં આ પ્રોજેક્ટનો લોગો, વેબસાઇટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું મુખ્યમંત્રી પટેલે લોન્ચીંગ કર્યું હતું તદ્ઉપરાંત અંદાજે રૂા.૯૫/- લાખના ખર્ચે લોકભાગીદારીથી PPP ધોરણે તૈયાર થયેલ CNG આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, પ્રોજેક્ટ કાર્યાલય અને સખી મંડળ સંચાલિત જિલ્લા સેવા સદન ખાતેના કેન્ટીનની તક્તીનુ અનાવરણ કરીને તેનું લોકાર્પણ પણ કરાયુ હતું

વિડીયો જર્નાલિસ્ટ: જ્યોતિ જગતાપ સાથે દિપક જગતાપ,સત્યા ટીવી,રાજપીપલા

error: