Satya Tv News

આજે ભરૂચ પાંજરાપોળ ખાતે VHP, બજરંગ દળ અને પાંજરાપોળ સાથે રહી ગોપાષ્ટમીની ઉજવણી કરી હતી.

યશોદાજીએ મહર્ષિ શાંડિલ્યજીને પૂછતાં તેમણે કૃષ્ણને ગોવાળિયા બનાવવાનું શુભમુહૂર્ત આપી કહ્યું કે કારતક સુદ આઠમનો દિવસ આ માટે ઉત્તમ છે. યશોદાજીએ આ દિવસે કાનાના ભાલે કુમકુમ તિલક કરી કોઇની નજર ન લાગે તે માટે મેંશનું ટપકું કરી ઓવારણાં લઈ અન્ય ગોવાળો સાથે ગાયો ચરાવવા વિદાય કર્યો. આ દિવસ તે ગોપાષ્ટમી

સનાતન ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે ગાયના શરીરમાં 33 કરોડ દેવી-દેવતાઓ વસે છે. અને હિન્દુ સંસ્કૃતિ ગાયની સેવાને ઉત્તમ માને છે.આજરોજ ગોપાષ્ટમીના શુભદિવસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને પાંજરાપોળ સાથે રહી જે.બી મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરવામાં આવી હતી.

ભરૂચ પાંજરાપોળ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનો ગિરીશ શુક્લ,અજય વ્યાસ,વિરલ દેસાઈ,દુષ્યંત સોલંકી સહિત પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા સહિત કાર્યકરોના હસ્તે ગૌ પૂજા કરી ગોપાષ્ટમીની ઉજવણી કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: