Satya Tv News

વાલિયા તાલુકાનાં ચોરઆમલા ગામમાં રહેતા તલાટી કમ મંત્રી દ્વારા ઉભું કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ ૧૧ મહિના બાદ દુર કરવામાં આવ્યું હતું.

વાલિયા તાલુકાનાં ચોરઆમલા ગામમાં રહેતા ભાસ્કરભાઈ એસ.વસાવા દ્વારા પુલથી પ્રાથમિક શાળા વચ્ચે આવેલ રસ્તા ઉપર પોતાના ઘર પાસે ઉકરડો અને વાડ કરી દબાણ ઊભું કરતા વંદરીયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાને નોટીસ ફટકારવામાં આવી હતી.જે બાદ ભાસ્કર વસાવાએ સરપંચ જયાબેન વસાવા અને તેઓના પતિ દ્વારા દબાણ મુદ્દે વારંવાર એનકેન રીતે માનસિક,શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જે બાદ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભા બોલાવી દબાણ દુર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો અને દબાણકર્તાને પંચાયત દ્વારા ત્રણ વાર નોટીસ ફટકાર્યા બાદ પણ દબાણ દુર કરવામાં આવ્યું નથી હાલ ગ્રામ પંચાયત દ્વારા પુલથી પ્રાથમિક શાળા સુધી વિવેકાધીન યોજન અંતર્ગત રસ્તો મજુર કરવામાં આવ્યો છે.

પરંતુ માર્ગ પર દબાણ હોવાથી માર્ગ બને તેમ નહિ હોવાથી આજરોજ વાલિયા મામલતદાર,તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસવા,ઉપ પ્રમુખ ધરમસિંહ વસાવાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે.સી.બી.મશીન વડે દબાણ દુર કરવામાં આવ્યું હતું તો ભાસ્કર વસાવાએ વારંવાર સરપંચ અને તેઓના પતિ હેરાન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને નોટીસ અંગે ખુલાસો આપ્યા છતાં પણ અંગત દુશ્મનાવટ રાખી હેરાન કરતા હોવાના આક્ષેપ કર્યા છે.

વિડીયોજર્નાલિસ્ટ : સંજયવસાવા,સત્યાટીવી,વાલિયા

error: