Satya Tv News

સુરત શહેર ના સરથાણા વિસ્તારમાંથી એસ ઓ જી તેમજ પુણા પોલીસે એમ ડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપીપાડી છે.

સુરત રાજસ્થાની યુવક પાસે એમ ડી ડ્રગ્સ પકડવાના પ્રકરણમાં સુરત શહેર એસ ઓ જી તેમજ પુણા પોલીસ ને મોટી સફળતા મળી છે. રાજસ્થાની યુવક ની પુછપરછ દરમ્યાન આ ડ્રગ્સ કોની પાસે લાવ્યો એનો ખુલાસો થયો છે.

રાજસ્થાની યુવક પાસે થી મળેલી માહિતીના આધારે સુરત શહેર એસઓજી તેમજ પુણા પોલીસે દરોડા પડી સુરત શહેર ના સરથાણા વિસ્તાર માંથી એમ ડી ડ્રગ્સ બનાવવાની લેબ ઝડપી પડી છે ,જેમીન સવાની નામનો યુવક આ લેબ ચલાવી રહ્યો હતો.

જેમીન સવાની એમ ડી ડ્રગ્સ નો બંધાણી હતો અને બે દિવસ પહેલા ઝડપાયેલા રાજસ્થાની યુવક પાસે રેગ્યુલર એમ ડી ડ્રગ્સ ની ખરીદી કરતો હતો ,જોકે જેમીન સવાની છેલ્લા એક માસ થી આ ડ્રગ જાતે બનાવવા માટે કોશિશ કરી રહ્યો હતો. યુ ટ્યુબ પર આ ડ્રગ કઈ રીતે બનાવવામાં આવે તેની તપાસ કર્યા બાદ આ ડ્રગ બનાવવા માટે તમામ સાધન સામગ્રી તેમજ કેમિકલ ઓન લાઈન મંગાવ્યા હતા અને ડ્રગ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો.

પરંતુ રાજ્સ્થની યુવક ઝડપી જતા આ રાજસ્થાની યુવકે જેમીન સવાની ને રેગ્યુલર ડ્રગ આપતો હોવાનું જણાવાત પોલીસ જેમીન સવાની ને ઝડપવા માટે ગઈ હતી. ત્યાં પોલીસ ને આ લેબ મળી આવી હતી.જોકે જેમીન સવાની આ ડ્રગ બનાવે અને વેચે એ પહેલાજ પોલીસે હાલ એની ધરપકડ કરી લીધી છે.

વિડીયો જર્નાલિસ્ટ :અક્ષય વાઢેર, સત્યા ટી.વી, સુરત

error: