Satya Tv News

નેત્રંગ પોલીસને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા

પોલીસે પોકેટકોપની મદદથી ચોરીની મોટર સાયકલ કરી રિકવર

નેત્રંગ પોલીસે જુનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકનો ગુનો ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી

નેત્રંગ પોલીસે પોકેટકોપની મદદથી ચોરીની મોટર સાયકલ રિકવર કરી જુનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકનો ગુનો ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

YouTube player

મળતી માહિતી અનુસાર નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન નેત્રંગના ફુલવાડી ચોકડીથી થવા જવાના માર્ગ પર એક બજાજ કંપનીની મોટર સાયકલ નંબર- GJ 11-BK-9903 શંકાસ્પદ જણાતા તેને રોકી જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા ચાલક મનિયાભાઇ ઉર્ફે વનિયાભાઈ રાજેશભાઇ ધળુભાઇ આદિવાસી રહેવાસી ધુલીયા મહારાષ્ટ્રનાએ રજુ નહિ કરી ગલ્લા તલ્લા કરતા બાઈક ચોરીની હોવાનું માલુમ પડયું હતુ. જેમાં નેત્રંગ પોલીસના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જી પાંચાણી દ્વારા કડકાઈ પૂર્વક પુછપરછ કરતા અને પોકેટકોપનો ઉપયોગ કરી તાપસ કરતા આ બાઈક જૂનાગઢના ચોરવાડ ખાતેથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી નેત્રંગ પોલિસી આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: