અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે બાળકોની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું
સિગ્નેચર ગેલેરિયા ખાતે એ.બી.સી.પ્લસ બાળકોની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું
આ પ્રસંગે આમંત્રિતો,શુભેચ્છાકો અને પરિવારજનો તેમજ તબીબો,સ્ટાફ ઉપસ્થિત રહ્યા
ઉદ્યોગ નગરી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ સુવિકસિત સિગ્નેચર ગેલેરિયા ખાતે એ.બી.સી.પ્લસ બાળકોની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાની ઉદ્યોગીક નગરી અંકલેશ્વરના શહેર,તાલુકા અને વાલિયા,ઝઘડીયા સહિતના આસપાસના તાલુકાનાં વિવિધ રોગોથી પીડાતા બાળકો ઉત્તમ તબીબી સેવા મળે તે માટે ડો.જીગર જે પટેલ અને ડો.તુષાર સાવલિયા દ્વારા અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ સુવિકસિત સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે એ.બી.સી.પ્લસ બાળકોની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલનું આજરોજ દક્ષાબેન પટેલ,ચંચળબેન પટેલ અને લાલજી સાવલિયા,લલિતા સાવલિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિતો,શુભેચ્છાકો અને પરિવારજનો તેમજ તબીબો,સ્ટાફગણે ઉપસ્થિત રહી તબીબોને શુભેચ્છાઓ પાઠવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ નવાજ શેખ સાથે કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર