Satya Tv News

સુરત પુણામાંથી નકલી પોલીસને ઝડપી પાડ્યો
વર્દીના જોરે લૂંટફાટ કરતો હોવાની પણ ઉઠી હતી ફરિયાદો
લોકોને ધમકી આપી તેમની પાસેથી મફતમાં વસ્તુઓ લઈ જતો

YouTube player

સુરતની પુણા પોલીસના હાથે ગતરોજ વર્દીના જોરે લૂંટફાટ કરતો નકલી પોલીસ ઝડપાતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે નકલી પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી તેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના પુણા પોલીસે શુક્રવારે બપોરે નકલી પોલીસ જવાનને ઝડપી પાડ્યો છે. આરોપી નકલી પોલીસ વર્દી પહેરી લોકો પર રૂબાબ કરતો હતો. પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, પુણામાં કેટલાક દિવસથી એક પોલીસ કર્મચારી લોકો પર રૂબાબ દાખવી વસ્તુઓ લઈ જતો હતો. ડુંભાલ વિસ્તારમાં રહેતા રોહિતકુમાર પુણા-કેનાલ રોડ પર ખુલા મેદાનમાં ફર્નિચરનો વેપાર કરે છે.બાજુમાં એક ઇન્ડાની લારીવાળા પાસેથી પણ મફતમાં ઇંડા ખાઈ જતો હતો. થોડા દિવસ પહેલા મેહુલ નામના યુવક પાસેથી પોલીસ સ્ટેશનમાંથી બાઇક છોડાવી આપવાનું કહીને 8 હજાર લઈ લીધા હતા.

તેથી બધાએ મળીને પુણા પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા ત્યાં કુલદીપ નામનો કોઈ પોલીસવાળો જણાયો હતો. તેથી રોહિતકુમારે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી કિરણ ઉર્ફ કુલદીપ સેલારભાઈ બારડની ધરપકડ કરી છે.

વિડીયો જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: