ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત વાહનચેકીંગ હાથ ધરાયુ
ભરૂચ જિલ્લામાં બે દિવસની અચાનક વાહન ચેકીંગ હાથ ધરાતા વાહન ચાલકોમાં ફફડાટ
અંકલેશ્વર ડિવિઝનમાં ગતરોજ 50 ઉપરાંત વાહનો કરાયા ડિટેન
આજદીને ચેકીંગ યથાવત રહેતા તાલુકા પંથકના વાહનચાલકોમાં મુંઝવણમાં મુકાયા
પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકીંગ હાથ ધરી વાહનના પુરાવા અને લાયસન્સ ચેક કરાયા
વાહનચોરીના ગુનાઓ અટકાવવા શરુ કરાય ટ્રાફિક ડ્રાઈવ – વિભાગીય પોલીસ વડા અંકલેશ્વર
અંકલેશ્વર ડિવિઝનલ પોલીસ મથક વિસ્તારમાં દિવાળી પર્વમાં વાહનચોરીના ગુનાઓ વધાતા જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત વાહનચેકીંગ હાથ ધરવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.
અંકલેશ્વર તાલુકા સહીત ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા દિવાળી પર્વ પૂર્વે બાઈક ચોરીને ડામવા ટ્રાફિક ડ્રાઈવ કરી વાહનચોરોને ઝડપી પાડવા દરેક પોલીસ મથક દીઠ મોટી સફળતા મળી હતી. જેને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા દિવાળી પર્વ પૂર્ણ થતા ગતરોજથી અચાનક ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત વાહનચેકીંગ હાથ ધરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. જેમાં અંકલેશ્વર ડિવિઝનલ પોલીસ મથકોમાં અંદાજિત 50 ઉપરાંત વાહનો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. જે અનુસંધાને વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈનો સંપર્ક સાધતા તેઓ દ્વારા જિલ્લામાં થતી વાહન ચોરીને અટકાવવા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન અનુસાર દરેક પોલીસ મથકે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું હોવાનુ નિવેદન આપ્યું હતુ.
વિડીયો જર્નાલિસ્ટ નવાજ શેખ સાથે સત્યા ટીવી અંકલેશ્વર