Satya Tv News

ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોની કામધેનુ સમાન ઘી સોંદલાખારા દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીમાં સુમુલ અને ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા અમલમાં મુકવામાં આવેલ સુમુલ-સુડીકો દૂધ ગંગા પશુલોન યોજના અંતર્ગત પશુમેળો યોજાયો હતો.

રાજ્ય સરકાર સરકારના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્દહસ્તે ખુલ્લો મુકતા તેમણે જણાવ્યું હતું કે,શૂન્ય ટકાએ દૂધાળા પશુઓ ખરીદવા માટે સમગ્ર રાજ્યમાં સુમુલ-સુડીકો દૂધ ગંગા પશુલોન યોજના સૌ પ્રથમ અમલમાં મુકતા હું બંને સહકારી સંસ્થાઓના સંચાલકોને અભિનંદન આપું છું. તેમજ વધુમાં જણાવ્યું હતું કે,દૂધ અને શાકભાજીની ખેતી ઉપર જીવનનિર્વાહ કરતા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના પશુપાલકોને શૂન્ય ટકાથી પશુ ખરીદવાની તક મળતા આ યોજના ખુબ લાભદાયી હોવાથી આર્શીવાદરૂપ બનશે.સાથેજ ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકારની વિવિધ લાભાર્થી યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે,રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી સરકાર ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવા ખુબ ચિંતિત હોવાથી અનેક યોજનાઓ અમલમાં મુકેલ હોવાથી તેનો લાભ લેવા હું સૌને અપીલ કરૂં છું.

પશુમેળા માં યોજાયેલ સમારોહમાં ઘી સોંદલાખારા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીના પ્રમુખ વસંતભાઈ પટેલે સૌને આવકારી તેમની દૂધ મંડળીની પ્રગતિની માહિતી આપી હતી. યોજાયેલ પશુમેળામાં જુદા-જુદા વેપારીઓ મહેસાણી, બન્ની તથા કચ્છી વગેરે ઓલાદની 300 થી વધુ ભેંસો લઇને આવતા અમારી મંડળીના ૧૩૦ સભાસદોને આ યોજના થકી શૂન્ય ટકાએ દૂધાળા પશુઓ ખરીદવા લોન મંજુર કરાતા ભેંસ ખરીદવાનો લાભ મળ્યો છે.જે બદલ હું મંડળી વતી સુમુલ અને સુ.ડી.બેંકનો આભાર માનું છું.

યોજાયેલ સમારોહમાં સુ.ડી. બેંકના ડિરેક્ટર,કાંઠા સુગરના ચેરમેન અને માજી ધારાસભ્ય કિરીટભાઈ પટેલ,સુરત ડી.બેંકના ચેરમેન નરેશભાઈ પટેલ,સુમુલ ડિરેક્ટર જયેશભાઈ પટેલ (દેલાડ), કોટન મંડળીના પ્રમુખ અને તાલુકા ભાજપ મહામંત્રી મનહરભાઈ પટેલ,પંડવાઈ સુગરના ડિરેક્ટર હિતેશ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

વિડીયો જર્નાલિસ્ટ :વિવેક રાઠોડ, સત્યા ટી.વી, ઓલપાડ

error: