ભરૂચમાં ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સર્વપિતૃ તથા સગા-સ્નેહીજનો અને મિત્રોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો છે.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો ગજેન્દ્ભાઈ રાવલ તથા સમસ્ત રાવલ પરિવાર અમદાવાદ દ્વારા સર્વપિતૃઓ,સગા-સ્નેહીજનો અને મિત્રોના મોક્ષાર્થે તારીખ 13 થી તારીખ 19 સુધી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગવત કથાકાર ભીંગરાડવાળા, લાઠીના મહેશભાઈ શિવશંકર જોશી વ્યાસપીઠને તેમની સંગીતમય શૈલી દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવશે.
ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવના પ્રાંગણમાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ભરૂચ શહેરની જનતાને કથાના આયોજકોએ અપીલ કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ