Satya Tv News

પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જ્યંતિની ઉજવણીના ભાગરૂપે સાયકલિંગ ગ્રુપ દ્વારા પાંચ કિલોમીટરની સાયકલ રાઈડ નું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મ દિવસ છે. નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદમાં ૧૪ નવેમ્બર ૧૮૮૯નાં રોજ થયો હતો. તેમણે સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો. બાળકોને પ્રિય એવા જવાહરલાલ નહેરુનાં જન્મ દિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસને દેશભરમાં બાળકો માટે પણ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગ રૂપે સાયકલિંગ ગ્રુપ દ્વારા પાંચ કિલોમીટરની સાયકલ રાઈડ નું આયોજન બાળકો માટે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો તથા સાયકલિંગ ગ્રુપના સભ્યોએ ભાગ લીધો હતો.
આ સાયકલિંગ રાઈડસની શરૂઆત ઝાડેસ્વર સ્થિત હરીહર કોમ્પ્લેક્સથી કસક સર્કલ,આશીષ હોટલ, જ્યોતિનગર થઈ હરિહર કોમ્પલેક્ષે રાઈડ્સનું સમાપન કરી સાયકલિંગ રાઈડ્સમાં ભાગ લેનાર સાયકલલિસ્ટોને ભરૂચ સાયકલિંગ ગ્રુપના સભ્યો સૌરભ મહેતા,રાજવીર ઠાકોર, સંજય બીનિવાલા,મહેશભાઈ દોડીયા સહીતના સભ્યોના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: