Satya Tv News

વાલિયા-નેત્રંગ ખાતે ધરતી આબા બિરસા મુંડાની 146મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વાલિયાના ચંદેરીયા ખાતે ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ તેમજ સ્પોર્ટ્સ એસો.નું લોકાર્પણ કરાયું હતું

આદિવાસી સમાજના જન નાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની આજરોજ 146મી જન્મ જયંતીની વાલિયા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલિયાના ચંદેરીયા ખાતે ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાનો પણ આજે ૮ મો સ્થાપના દિન હોઈ તેની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે કરવામાં આવ્યું. વાલિયા તેજ આસપાસના વિસ્તારના આદિવાસી બાળકો રમત ગમત ક્ષેત્રમાં પણ આગલા આવી શકે તે હેતુથી ચંદેરીયા ખાતે છોટુભાઈ સ્પોર્ટ્સ એસો. ની સ્થાપના કરવામાં આવી છે. જેનું લોકાર્પણ ઝગડિયાના ધારાસભ્ય છોટુ વસાવા તેમજ દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ એસો. થકી બાળકો ક્રિકેટ, તીરંદાજી, વોલીબોલ,કબડ્ડી જેવી રમતોમાં પોતાની ઓળખ ઉભી કરી શકાશે.

વાલિયા ખાતે યુથ પાવર તથા બીટીપી. દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજુભાઈ વસાવા, રજની વસાવા, વિનય વસાવા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: