Satya Tv News

અંકલેશ્વર જીઆઇડીસી પંથકમાં પોલીસના નાક નીચે તસ્કરો તસ્કરી કરવા હવે સક્ષમ થયા છે. જ્યા જીઆઈડીસીમાં રહેતા પત્રકાર અને ઉદ્યોગપતિની મોંઘીદાટ કાર અને તિજોરીની ચોરી સહીત અન્ય સ્થળે વધુ એક કાર અને બે મકાનમાં ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો બીજી તરફ જીઆઈડીસીના દલાભાઈ ટ્રાન્સપોર્ટ પાસે આવેલ યુનિક ઓટોકેરને નિશાન બનવતા તસ્કરો પણ સીટીટીવીના કેદ થતા પોલીસની પેટ્રોલિંગ પર સવાલો ઉભા થવા પામ્યા છે.

અંકલેશ્વર પંથકમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ગત રતે તસ્કરોએ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં મોટો હાથફેરો કરી નાખ્યો હતો. અંકલેશ્વરના પત્રકાર અને ઉદ્યોગપતિના મકાનમાંથી આખેઆખી તિજોરી તથા મોંઘીદાટ કારની ચોરી કરવા ઉપરાંત એક અન્ય મકાન તથા એક ગેરેજને નિશાન બનાવી હતી

શિયાળાની તો હજુ શરૂઆત જ થઇ છે ત્યાં તસ્કરો એક્ટીવ થઇ ગયા છે. અને વિવિધ વિસ્તારમાં પોતાની ચૌર્યકળા થકી પોલીસ વિભાગને ચેલેન્જ કરી રહ્યા છે. દર વખતની માફક આ વખતે પણ પોલીસ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. તેમ કહીએ તો તેમાં જરાયે અતિશયોક્તિ નથી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ શિવ પારસ સોસાયટીમાં રહેતા પત્રકાર અને ઉદ્યોગપતિ ચેતન મોદીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તેઓ વેકેશન માનવા દુબઈ ખાતે ગયા હોઈ જેનો લાભ લઇ તસ્કરોએ તેઓના મકાનમાં પ્રવેશી આખેઆખી તિજોરી ઉપાડી લઇ ગયા હતા. તો તસ્કરોના હાથમાં ન્યુ બ્રાંડ મર્સિડીઝ કારની ચાવી પણ હાથ લાગી જતા તેઓ મોંઘીદાટ કાર લઈને ફરાર રહી ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ ઉપરાંત તસ્કરોએ ગણેશ પાર્ક સોસાયટીમાંથી એક કારની ચોરી કરી હતી તો અન્ય બે મકાનને પણ નિશાન બનાવી તેમાંથી પણ માલસામાનની ચોરી કરી નાખી હતી. જો કે આ મકાનમાંથી કેટલાની ચોરી થઇ છે તે જાણવા મળી શક્યું નથી. તસ્કરો આટલે થી નહિ અટકતા જી.દલાભાઈ ટ્રાન્સપોર્ટ નજીક આવેલ યુનિક ઓટોકેર ખાતે પણ તસ્કરો ત્રાટક્યા હતા. જો કે તેઓને કઈ હાથ લાગ્યું ના હતું. તસ્કરો ગેરેજમાં લાગેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા જેના આધારે જીઆઇડીસી પોલીસે તપાસ ધમધમાટ શરુ કર્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર.

error: