Satya Tv News

શિનોર તાલુકાના વણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં માછલી પકડવાની ઝાળમાં ફસાયેલાં અજગર નું નેચર હેલ્પ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

શિનોર તાલુકાના વણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગતરોજ માછલી પકડવાની ઝાળમાં એક આશરે 8 ફૂટ લંબાઈ ધરાવતો મહાકાય અજગર ફસાયેલી હાલતમાં આ રસ્તા પરથી પસાર થતા ખેત મજૂરો ને નજરે પડતાં ખેત મજૂરો દ્વારા ગામના સરપંચ ગોકલભાઈ પટેલ ને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ સરપંચ દ્વારા તાત્કાલિક શિનોર વન વિભાગ અને નેચર હેલ્પ ફાઉન્ડેશન ને જાણ કરવામાં આવતાં શિનોર વન વિભાગ અને નેચર હેલ્પ ફાઉન્ડેશન ના જીગ્નેશ માછી સહિત તેઓની ટીમ તાત્કાલિક વણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે પહોંચી કેનાલમાં માછલી પકડવાની ઝાળમાં ફસાયેલા અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.પરંતુ માછલી પકડવાની ઝાળમાં અજગર ફસાયેલો હોવાથી મોંઢા ના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેથી નેચર હેલ્પ ફાઉન્ડેશન ધ્વારા ઇજાગ્રસ્ત અજગર ને શિનોર વન વિભાગ ને સોંપવામાં આવતાં શિનોર વન વિભાગ દ્વારા અજગર ની સારવાર માટે વધુ તજવીજ હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ : રાજેશ વસાવા સત્યા ટીવી,શિનોર

error: