ડભોઇ વોર્ડ નં ૪ રેલવે નવાપુરા વિસ્તાર ના રહીશો દ્વારા સ્વ ખર્ચે ગટરો સાફ કરાવવા મજબુર બનતા ડભોઈ નગર પાલિકાની નિષ્ફળતા અને અણઘડ વહીવટ સામે નગર જનો માં આક્રોશ જોવા મળ્યો હતો
ડભોઇ નગરપાલિકા વોર્ડ નંબર ૪ રેલવે નવાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા થી સ્થાનિક નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને લઇ સ્થાનિકો દ્વારા લેખિત રજૂઆતો પણ કરાઈ છે. પરંતુ જાડી ચામડીના સત્તાધીશો અને બની બેઠેલા નગરસેવકો તેમજ તંત્ર ના પેટ નું પાણી પણ હાલતું ના હોય એમ આંખ આડા કાન કરતી નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારો ને લઇ ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે જેથી સ્થાનિક નગરજનો માં તંત્ર સામે મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે.
ડભોઇના નવાપુરા વિસ્તાર માં ગટરો જામ થતાં ડ્રેનેજના ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે. હાલ ડેન્ગ્યુ, મલેરિયા જેવી અનેક બીમારીઓ વક્રી રહી છે ત્યારે નવાપુરા માં ડ્રેનેજની સમસ્યાને લઇ સ્થાનિકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે સમસ્યાનો નિરાકરણ વહેલી તકે આવે તે માટે વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું નથી બહેરા કાન ધરાવતી ડભોઇ નગરપાલિકા અને તેના સત્તાધીશો સામે નગરજનો મોરચો કાઢી ગાંધી માર્ગે આંદોલન ની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે કે શું નગર પાલિકાનું તંત્ર મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઇ રહ્યું છે ? શું એકાદ-બે નગરજનો ના જીવનો ભોગ લેવાય ત્યારે જ જવાબદાર તંત્રની આખો ઉઘડશે ? જોરોગચાળો ફાટી નીકળે તો તેનો જવાબદાર કોણ ? સ્થાનિકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં ઉભરાતી ગટરો અને તેના ગંદા દૂષિત વહેતા પાણીને લઇ સ્થાનિકો અવરજવર કરવા પણ મજબુર બન્યા છે સાથે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારતા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે વોર્ડ નંબર ૪માં ચુંટાઈ આવેલ કોર્પોરેટરોને મલાઈ ખાવામા જ રસ છે શું? હવે જોવું એ રહ્યું કે નગરપાલિકા આ વિસ્તારને ઉભરાતી ગટરોથી છુટકારો અપાવે છે કે પછી સમયસર વેરા ભરતી પ્રજાએ પોતાના ખર્ચે ગટરો સાફ કરાવી પડશે?
વિડીયો જર્નાલિસ્ટ જુનેદ ખત્રી સત્યા ટીવી ડભોઇ