Satya Tv News

સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કુદસદ મુન્ના એજન્સી મા આવેલ આંગણવાડી ની આજુબાજુ માં ગટર ના પાણી માં પથ્થર મૂકી બાળકો જીવના ઝોખમે આંગણવાડી માં જવા મજબુર બન્યા છે

કુદસદ ગામના મુન્ના એજન્સી વિસ્તાર માં મોટા ભાગે પરપ્રાંતિય લોકો વસે છે.ત્યાંની આંગણવાડીમાં 3 થી 6 વર્ષ ના 42 બાળકો,6 માસ થી 3 વર્ષ ના 48 બાળકો, સાથે 11 થી 14 વર્ષ ની કિશોરીઓ 13 આમ 80 થી વધુ બાળકો આવે છે.આંગણવાડી ની બહાર આર. સી. સી. રોડ છે અને બાળકો ને બેસવા માટે બાકડા ની સુવિધા પણ છે પરંતુ એનો ઉપયોગ થતો નથી કારણકે કુદસદ 5 વિસ્તાર માં આવેલ આંગણવાડી જાણે કોઈ બેટ માં હોય એવુ લાગે છે. આંગણવાડી ના આજુબાજુ માં આવેલ ગટર ના પાણી ના.બાળકો ને આંગણવાડીએ અવાર જવાર માટે ખુબ તકલીફ પડે છે.આંગણવાડી ની સામે વીજપોલ આવેલ છે જે પાણી ની અંદર છે. બાળકો પથ્થર ઈટ મૂકી ને આંગણવાડી એ જઈ રહ્યા છે.એટલું જ નહિ પરંતુ તંત્ર ની બેદરકારી તો જૂઓ આંગણવાડી માં વીજ મીટર લગાડવામાં આવ્યું છે છતાં નાના ભૂલકાઓ આંગણવાડી માં લાઈટ પંખા વગર અભ્યાસ કરવા મજબુર બન્યા છે આંગણવાડી ના કર્મચારી ઓએ વારંવાર રજુઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.જોકે સગર્ભા અને ઘાત્રી માતા ઓને આંગણવાડી એ અવાર જવાર માં તકલીફ પડે માટે આંગણવાડી ના કર્મચારી ઓ અન્ય મકાન માં રૂમ રાખી સગર્ભા બહેનો અને ધાત્રી માતા ઓને નાસ્તા ના પેકેટ નું વિતરણ કરી રહ્યા છે આંગણવાડી ની બાજુ માં આવેલ સેપ્ટી ટેન્ક ખુલ્લી હોવા થી બાળકો ને પડી જવા નો ભય રહે છે.પાણી ની અંદર અડીખમ વીજ પોલ બાળકો માટે મુસીબત સમાન છે.અગમય કારણોસર વીજ પોલ માંથી કરંટ ઉતર્યો અને કોઈ બાળકને કરંટ લાગ્યો તો જવાબદાર કોણ એ એક મોટો સવાલ છે.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સત્યા ટીવી કીમ

error: