Satya Tv News

શિનોર મામલતદાર કચેરી ખાતે ઓનલાઈન સેવા ઠપ્પ થતાં શિનોર સહિતના અન્ય ગામોમાંથી આવતાં અરજદારોને ધક્કા ખાવાનો વારો આવતાં અરજદારોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો.

શિનોર તાલુકા મામલતદાર કચેરી ખાતે શિનોર સહિતના અન્ય ગામોમાંથી લોકો વિવિધ કામો માટે આવતાં હોય છે. જેમાં મોટા ભાગના લોકો દસ્તાવેજ, રેશનકાર્ડ ,આવક,જાતિના દાખલા સહિત ની કામગીરી માટે આવતાં હોય છે.પરંતુ B.S.N.L ના સર્વર માં ખામી સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી શિનોર મામલતદાર કચેરી ની ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ જતાં અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.શિનોર તાલુકા મથકે આવેલ મામલતદાર કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી તાલુકાના છેવાડા ના ગામોમાંથી કચેરીના કામકાજ માટે આવતાં અરજદારોને સમય અને નાણાં ના વેડફાટ સાથે ધરમ ધક્કા ખાવાંનો વારો આવતાં કચેરીના કામકાજે આવતાં અરજદારોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકા ના 41 ગામોમાં જમીન,મકાન તેમજ હક કમી જેવા દસ્તાવેજો માટે અઠવાડિયામાં માત્ર મંગળ અને શુક્રવાર આમ બે દિવસ જ દસ્તાવેજ ની કામગીરી કરવામાં આવે છે.તેમાં પણ ઓનલાઈન સર્વર ખોટકાતાં દસ્તાવેજો માટે આવતાં અરજદારોને દસ્તાવેજ ની કામગીરી માટે ડભોઇ સુધી લાંબુ થવાની નોબત આવતાં અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે સ્થાનિક તંત્ર આ બાબતે તાત્કાલિક પગલાં ભરી આ કામગીરી ચાલુ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સત્યા ટીવી શિનોર

error: