Satya Tv News

વાલિયા તાલુકામાં 1 વર્ષ પહેલાં 15માં નાણા પંચ હેઠળ મંજુર થયેલ ગ્રાન્ટ અંતર્ગત આઝાદી કા મહોત્સવ નિમિત્તે ખાતમુહૂર્ત,લોકાર્પણ કરવાના કાર્યક્રમ સામે ધોળગામ બેઠકના સભ્યએ આક્ષેપ કર્યો છે

વાલિયા તાલુકા પંચાયતની ધોળગામ બેઠકના ચૂંટાયેલા સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુ વસાવાએ અગાઉ વિવિધ ગ્રામ પંચાયતોના ખાતામાં વર્ષ-2020-21ની 15માં નાણાપંચની ગ્રાન્ટ જમા કરવામાં આવી છે જે ગ્રાન્ટના વપરાશ માટે કોઈપણ જાતની ગાઈડ લાઇન ન મોકલતા ગ્રાન્ટ ખાતાઓમાં ધૂળ ખાઈ રહી હોવાના આક્ષેપ કરી રજુઆત કરી હતી જે બાદ હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા વોટ્સએપ ગ્રુપમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લોકાર્પણ,ખાતમુહૂર્તનો ઉલ્લેખ કરી મેસેજ મુક્યો છે આ સરકાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નિષ્ફળ જાય તેવા સંકેત દેખાતા અધિકારીઓને કઈ યોજના અને કઈ ગ્રાન્ટ કેવી રીતે ભૂમિપૂજન લોકાર્પણ કરવું તે માટે અનેક પ્રકારે ચૂંટણીમાં લોકોને ઉલ્લુ બનાવવા સરકાર અધિકારીઓના મારફતે કરાવી રહી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે સાથે વાલિયા તાલુકામાં 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્ત,ભૂમિપૂજનનું કેટલીક ગ્રામ પંચાયતનું લિસ્ટ આવ્યું હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે 15મા નાણાં પંચની ગ્રાન્ટ સીધી ગ્રામ પંચાયતમાં આવે છે તેનો હકદાર ગામનો પ્રથમ નાગરિક સરપંચ છે ત્યારે લોકોને ગેરમાર્ગે દોરવાનું આ સરકાર બંધ કરવા સાથે જે 15માં નાણાં પંચ હેઠળ ગ્રાન્ટ આવી છે તેનું ભૂમિપૂજન જાતે ગામના સરપંચે કરવી જેનાથી કોઈ લેભાગુ અધિકારી કે લેભાગુ નેતાઓ લોકોને ઉલ્લુ બનાવવા ખાતમુહૂર્ત નહિ કરી જાય તેની તકેદારી રાખવા ધ્યાન દોર્યું છે સાથે સાથે જેતે સમયે 15મા નાણાં પંચની ગ્રાન્ટના નાણાં ગ્રામ પંચાયતમાં આવી ગયા હતા તે સમયે કેમ તેનો ઉપયોગ નહિ કરી હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે કેમ રઘવાયા થાય તેવા આક્ષેપ કરાયા છે અને ભૂમિપૂજન અને લોકાર્પણ કરવું હોય તો હાલમાં ભમાડિયા 40 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે ત્યાં કરવા ટકોર કરી છે અને આ રીતે ખાતમુહૂર્તના કાર્યક્રમ આવતા અધિકારીઓને ચપલના હારથી સ્વાગત કરવા તૈયારી બતાવી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: