Satya Tv News

2022 ની ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસ આળસ મરડીને બેઠી થઇ છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ડો.રઘુશર્મા ભરૂચની મુલાકાતે આવ્યા હતા.અને સદસ્યતા અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો.

વીઓ
ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો.રઘુશર્મા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે જનજાગરણ અભિયાન અને સદસ્યતા અભિયાનના શ્રી ગણેશ કરાવ્યા હતા,આજથી સદસ્યતા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ત્યારબાદ પંડિત ઓમકારનાથ હોલ ખાતે જનજાગરણ અભિયાન અંતર્ગત કાર્યકર સંમેલન યોજવામાં આવ્યો હતુંજ્યાં પૂર્વવડાપ્રધાન અને આયર્ન લેડી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી હોઈ તેમના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને કાર્યક્રમ બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી.સરકાર દ્વારા ૩ કૃષિ અધ્યાદેશ અને પરત ખેંચવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાતને ખેડૂત આંદોલન જીત તેમજ એક તાનાશાહની હાર થઈ હોવાનું કોંગ્રેસી આગેવાનોએ જણાવ્યું હતું.

યોજાયેલ સદસ્યતા અભિયાન,અને પંડિત ઓમકારનાથ હોલ ખાતે જન જાગરણ અભિયાન કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર પ્રમુખ વિક્કી સોખી,એ.આઈ.સી.સી.ના સેક્રેટરી ડો.વિશ્વરંજન મોહતી,વિપક્ષના નેતા પરેશ ધાનાણી,કોંગ્રેસ મહિલા મોરચાની બહેનો,શહેર જિલ્લા ના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,કાર્યક્રમ બાદ પંડિત ઓમકારનાથ હોલની બહાર 3 કૃષિના કાળાકાનૂનને પરત ખેંચવાની જાહેરાતના પગલે બહાર ખેડૂત એકતા જીંદાબાદ,જય જવાન જય કિસાન ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.અને ફટાકડા ફોડી કિસાનો ની જીતને વધાવી હતી.

વિડ્યો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: