આજે તહેવારોનો ત્રિવેણી સંગમ દેવદિવાળી,કાર્તિક પૂર્ણિમા, તેમજ લોકોને પ્રેમ, એકતા, સમાનતા, ભાઈચારો અને આધ્યાત્મિક પ્રકાશનો સંદેશ આપનાર ગુરૂનાનક દેવજીનો જન્મદિવસ ભરૂચ શહેર જિલ્લાના ગુરુદ્વારાઓમા શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીનાં જન્મદિવસ પર પર્વની ઉજવણી કરવામાં આવી હતી
શીખધર્મના સ્થાપક ગુરુનાનકજીએ ચારેય દિશાઓમાં ફરીને માનવતા અને એકતાનો પ્રચાર કર્યો હતો.વર્ષો પૂર્વે ભરૂચ પધારેલા ગુરુનાનકજીએ ચાદર પર બેસીને નર્મદા નદી પાર કરતા ભરૂચ કસક ગુરૂદ્વારાને ચાદર સાહિબ નામ મળ્યું : ભરૂચ કસક સ્થિત ગુરુદ્વારામાં નાનક જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરૂબાની, પ્રાર્થના સહિત લંગરો યોજાયા હતા.દુનિયામાંથી કોવિડની મહામારી દૂર થાય તેની પણ પ્રાર્થના કરવામાં આવી હતી.શીખધર્મના સ્થાપક ગુરુનાનકજીએ ચારેય દિશાઓમાં ફરીને માનવતા અને એકતાનો પ્રચાર કર્યો હતો.આજના શુભદિવસે 3 કૃષિ કાનૂનને પરત ખેંચવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાતને આવકારી હતી,અને કિસાનોની જીતને અભિનંદન આપ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ