Satya Tv News

સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કરોડોની સંખ્યામાં આદમખોર કરચલાઓ દોડી રહ્યા છે. કરચલાઓના આવવાથી આખો ક્રિસમસ દ્વિપ લાલ થઈ જાય છે. તેમની સંખ્યા 5 કરોડ કરતા પણ વધારે હોય છે. રસ્તાઓ પણ તેમના કારણે બંધ થઈ જાય છે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કરોડોની સંખ્યામાં આદમખોર કરચલાઓ દોડી રહ્યા છે. તેને રસ્તા પર જોઈને લોકો હેરાન રહી ગયા. આ નજારો ઓસ્ટ્રેલિયાના ક્રિસમસ ટાપુ ઉપર જોવા મળ્યો. આ ટાપુ પર નરભક્ષી કરચલા પુલ અને રસ્તા પર આવી ગયા. સામાન્ય માણસ માટે આ નજરો દુર્લભ છે. લાલ રંગના આ કરચલા મોટી સંખ્યામાં પ્રજનન માટે દરિયા તરફ જઈ રહ્યા હતા, પરંતુ તેમની સંખ્યા એટલી વધારે હતી કે રસ્તાને બંધ કરવા પડ્યા.

વાત એમ છે કે, ઓસ્ટ્રેલિયામાં કરચલાના પ્રજનન કાળનો સમય છે. આવામાં પ્રજનન માટે દર વર્ષે તેઓ જંગલમાં દરિયાના કિનારા તરફ જાય છે. માનવામાં આવે છે કે, તે પૃથ્વી પરના કોઈપણ જીવનો સૌથી મોટો પ્રવાસ હોય છે. ઓક્ટોબર અથવા નવેંબરમાં વરસાદ બાદ નાના લાલ કરચલા દરિયાના કિનારે ભેગા થાય છે.

મિરર યૂકે મુજબ, કરચલાઓના આવવાથી આખું ક્રિસમસ ટાપુ લાલ થઈ જાય છે. કરચલાઓની સંખ્યા 5 કરોડ કરતા પણ વધારે હોય છે. આટલી મોટી સંખ્યામાં કરચલા પ્રજનન માટે નીકળે છે ત્યારે રસ્તાને બંધ કરી દેવામાં આવે છે. આ દરમિયાન પુલ, રસ્તા, પર્વત અને અન્ય જગ્યાએ માત્ર કરચલા જોવા મળે છે. કરચલા માટે ખાસ પુલ પણ બનાવવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયા ઇન ધ યુએસ નામના ટ્વીટર પેજ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘ક્રિસમસ આઇલેન્ડ તરફથી મેરી ‘ક્રેબ’મસ. સમગ્ર ટાપુમાંથી લાખો કરચલાઓ સંવર્ધન માટે સમુદ્રમાં જવા માટે બહાર આવ્યા છે. સ્થળાંતરનો ચોક્કસ સમય અને ઝડપ ચંદ્રના તબક્કા દ્વારા નક્કી કરવામાં આવે છે.ક્રિસમસ ટાપુના કર્મચારી થોડા દિવસો પહેલાથી જ કરચલાના સ્વાગતની તૈયારી શરૂ કરી દે છે, જેથી તેમને પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ મળી રહે. પ્રજનન બાદ તેઓ વરસાદી જંગલો તરફ રવાના થાય છે.

નોંધપાત્ર છે કે, આ કરચલા આદમખોર (Cannibal) હોય છે. માટે તેમને ખતરનાક માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના ક્રિસમસ ટાપુ ઉપર દુનિયામાં સૌથી વધારે લાલ કરચલા હોય છે.

error: