Satya Tv News

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારુ સાથે એક ઇસમને અટકાયત કરવામાં આવી છે

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામેથી સ્ટેટ મોનીટરીંગ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારુ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ ટીમને ઝગડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ જુગારના ધધાં ચાલતા હોવાની બાતમી મળી હતી, જેના પગલે ઝઘડીયા તાલુકામાં સ્ટેટ મોનીટરીંગની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ રેઇડ કરીને સઘન કામગીરી આરંભી હતી. તાલુકાના ઉમલ્લા ગામે સ્ટેટ મોનીટરીંગ ટીમે મળેલ બાતમી મુજબ છાપો માર્યો હતો. પોલીસે મળેલ બાતમી મુજબ ઉમલ્લા ગામના જગદીશ મનસુખ વસાવાના ઘરે છાપો મારતા રુ. ૨૮૧૧૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. મોનીટરીંગ ટીમે મુદ્દામાલ સાથે જગદીશ મનસુખ વસાવાને ઝડપી લીધો હતો ,જ્યારે અન્ય બે આરોપી દિનેશ વસાવા રહે.ગામ ચિત્રોલ અને સંદીપ સંજય વસાવા રહે .ગામ સંજાલીનાને વોન્ટેડ જાહેર કરીને આ બાબતે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવામાં આવી છે

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડીયા

error: