Satya Tv News

ભરૂચ જિલ્લા સહકારી સંઘ ઘ્વારા અખિલ ભારત સહકાર સપ્તાહનો સમાપન સમારોહ આમોદ એપીએમસી ખાતે યોજાયો હતો.

જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સમાપન સમારોહમાં જિલ્લા સહકારી સંઘના મંત્રી રવીન્દ્રસિંહ રણા, કોટન યુનિયનના ચંદ્રકાંતભાઈ પટેલ, જંબુસર પીપલ્સ બેંકના ચેરમેન અને જિલ્લા સહકારી સંઘના ડિરેકટર ચંદ્રકાંતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ભરતભાઇ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ દાજી, આમોદ એપીએમસીના ચેરમેન સુરેશભાઈ તથા જિલ્લા સહકારી સંઘના ડિરેકટર જગદીશ પરમાર સહિત જિલ્લાના સહકારી આગેવાનો અને વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં સહકારી આગેવાનોએ સહકારી સંસ્થાઓનું ડીઝીટલાઈઝેશન કરવા હિમાયત કરી હતી. સાથે સહકારી ક્ષેત્રના સામાજિક યોગદાન ઉપર પ્રકાશ પાડી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સહકારી સંઘના સી ઇ આઈ રેશ્માબેન પટેલે કર્યું હતું

error: