Satya Tv News

ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉમરાજ ગામ સહિત દશાન,વેરવાડા,દહેગામ,ચૌલાદ,કુરલા,કુકરવાડા,દેત્રાલ ગામના લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકારના ૧૩ વિભાગોની ૫૬ જેટલી સેવાઓ લોકોને એક જ સ્થળે પુરી પાડવામાં આવી હતી. સાથે જ વેકસીનેશન બુથની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે સેવાસેતુ એ સરકારનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જે સરકારની અનેક યોજનોને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી જોડનારી કળી બન્યો છે. ગામડાના લોકોને પોતાના આંગણે જઈને સેવાઓ આપનારી આ સરકારે સાચા અર્થમાં સુશાસનના અર્થને ચરિતાર્થ કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે સરકારની અગણિત સેવાઓ છેવાડાના માનવીના વિકાસ માટે ચાલી રહી છે. જેનો લાભ લઈને લોકોના જીવનધોરણ સુધર્યા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસપથ પર અગ્રેસર રહ્યું છે તેમ જણાવી સેવાસેતુના કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

મામલતદાર રોશનીબેન પટેલે અધિકારીઓ અને લાભાર્થીઓ વચ્ચેનો સેતુ એટલે સેવાસેતુ કાર્યક્રમ..જેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને દાખલાઓ એનાયત કરાયા સાથે સેવાસેતુની ચાલતી વિવિધ કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે નાયબ કલેકટર એન.આર.પ્રજાપતિ, મામલતદાર, આગેવાન પદાધિકારીઓ, વિવિધ ગામોના સરપંચઓ, તલાટીઓ, ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

error: