Satya Tv News

રાજપીપલામાં એક પણ ભિક્ષુકને ભીખ માંગવાનો વારો ન આવે તે માટે કલેકટર ડી એ શાહે નિરાધારને નવજીવન બક્ષ્યું હતું

ગરીબો પ્રત્યે પ્રેમ,અનુકંપા કરુણા, અને સંવેદના ધરાવતા સેવાભાવી, લાગણી સભર અને માનવતા આઈ એ એસ અધિકારીનું નામ છે ડી. એ શાહ. જિલ્લા કલેકટર નર્મદા. જિલ્લાનો રાજા હોવા છતાં જિલ્લાની ગરીબ, નિરાધાર પ્રજા માટે હમદર્દી અનુકંપા ધરાવતા નર્મદા કલેકટર ડી એ શાહને વિચાર આવ્યો કે મારા રાજપીપલામાં ભીક્ષુકને ભીખ કેમ માંગવી પડે?ગામમા એવા કેટલા નિરાધાર છે જેનો કોઈ આધાર નથી. આવા લોકો કોઈ પણ જાતના ધ્યેય વિના ભટકતું જીવન જીવી રહ્યા છે. આવા નોંધારાનો આધાર બનવાનું કલેકટર ડી એ શાહે નક્કી કર્યું. આ માનવતાવાદી અધિકારીએ રાજપીપલાને બિક્ષુકમુક્ત રાજપીપલા બનાવવાનું સ્વપ્નું સેવ્યું. અને એને મૂર્તિમંત કરવા એક દીર્ઘ દ્રષ્ટિસભર પ્રોજેકટ બનાવ્યો. અને નર્મદામાં પહેલીવાર એક નિરાધારો માટે માનવતા વાદી પ્રોજેકટે આકાર લીધો.

નર્મદા કલેકટરે વહીવટી તંત્રની ટીમને કામે લગાડી, કેટલીક સ્વૈછીક સંસ્થા અને કેટલાક સેવાભાવી કાર્યકરોને સાથે લીધા. અને સેવાયજ્ઞની ધૂણી ધખાવી.અને અનોખા સેવા યજ્ઞનો ઝગમગતો દીપ પ્રગટાવ્યો. આ પ્રોજેક્ટને સુંદર નામ પણ આપ્યું. “નોંધારાનો આધાર” આ પ્રોજેક્ટ છેલ્લા છ મહિનાથી રાજપીપલામાં શરૂ કર્યો છે.સંવેદનશીલ અને માનવતાવાદી અધિકારી કલેકટર શાહે નિરાધાર ગરીબો માટે કંઈક કરવું છે એવી નેમ સાથે આ પ્રોજેક્ટની બાગડોર સંભાળી. રાજપીપલાના ખૂણેખૂણેથી 133 લાભાર્થીઓને શોધીતેમને રાષ્ટ્ર્રના પ્રવાહમાં જોડી દેવા તેમના ફોર્મ સહીત સંપૂર્ણ વિગત ભરી તેને જરૂરિયાતની ચીજ વસ્તુઓ, બે ટંક ભોજનથી માંડીને, પોષણ આહાર કીટ ઉપરાંત તેને સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડીને સરકારી લાભ આપવાનું શરૂ કર્યું છે.

જિલ્લા પ્રશાસન દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગ થકી હાથ ધરાયેલા “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત રાજપીપલા શહેરમાં જેમના માથે ઓઢવાને માત્ર આકાશ અને સુવાને માત્ર જમીન છે .એવા સાવ નોંધારા અસહાય ફૂટપાથ પર કે ખુલ્લામાં વસતા નિરાધાર ગરીબ પરિવારોના ૧૩૩ નિરાધાર લાભાર્થીઓને ઠંડી સામે રક્ષણ મળી રહે તેમજ શરીર તંદુરસ્ત રહે તે માટેવુલન સ્વેટર, મંકી ટોપી અને ન્યુટ્રીશિયન કિ્ટ્સનું વિતરણ કરીને આ પરિવારો પ્રત્યે સંવેદનાસભર આગવી પહેલ શરૂ કરી છે.આ સેવા યજ્ઞમાં સેવાનો દીપ પ્રગટાવી રહ્યા છે આ પ્રોજેક્ટના સેવા ભાવિ સેવાકર્મી સદસ્યોં વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઇ ગાંધી, તેમની ટીમ ના સદસ્યોં કૌશલભાઇ કાપડીયા, ઉરેશભાઇ પરીખ અને ગુંજનભાઇ મલાવિયા,
તથા આ પ્રોજેક્ટ માં અંગત રસ લઈ સેવાના કામમા મદદરૂપ થનાર નર્મદા સુગરના ચેરમેનઅને જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,
તથા આ લખનાર દીપકભાઈ જગતાપ, કમલેશભાઈ પટેલ, સુરેશભાઈ તલાટી આ આઠ સદસ્યોંની ટીમને નર્મદા કલેકટરે ખાસ પસંદ કર્યા છે. તેમની સાથે અન્ય સહયોગી સેવાભાવી લોકો, સંસ્થા, અધિકારીઓ, કર્મચારીઓ પણ ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપલા

error: