અંકલેશ્વરમાં આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપની દ્વારા રૂપિયા 14 લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન શનિવાર તારીખ 20 નવેમ્બરે અર્પણ કરવામાં આવ્યું હતું.
જે પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપની ના સાઈટ હેડ ગૌરવ ચંદ્રા, ફાઇનાન્સ ડાઇરેક્ટર અજીતભાઈ સુરાના, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ હેડ અમિત ખત્રી, એચઆર હેડ યતિનભાઈ છાયા અને કંપનીના એફએમઓ ડૉ. મોઈન પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે GGL કંપની ના અધિકારીઓ એ covid- દરમિયાન હોસ્પિટલ ના ડૉક્ટરઓની કામગીરી નો ઉલ્લેખ કરી હમેશની જેમ સહકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અહીં નોંધનીય છે કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ના શરૂઆતના સમયથી ગુજરાત ગાર્ડિયન કંપની નો સહયોગ અને સહકાર રહ્યો છે.
આ અગાઉ 2018 માં કંપની એ જયાબેન મોદી હોસ્પિટલ ને 4D echo machine (ઇકો મશીન) નું અનુદાન કર્યું છે તથા ડાયાલિસીસ ના દર્દીઓને સબસીડી રૂપે નિયમિત નાણાકીય દાન આપ્યું હતું.હોસ્પિટલ ની કામગીરીમાં ખૂબ ઉપયોગી એવા મશીનના દાન માટે જયાબેન મોદી હોસ્પિટલ ગુજરાત ગાર્ડિયન કંપની પ્રત્યે ખૂબ આભારી છે.
વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર